કોફિન ~ Coffin

એક વખત એક company માં સવારે લોકો આવ્યા તો જોયું કે મુખ્ય ઓફીસ માં એક કોફીન મુકેલું છે અને એની ઉપર લખેલું હતું કે તમારી કારકિર્દી માં નડતર રૂપ એક માનસ મૃત્યુ પામ્યો છે !!!

બધા ને શોક અને ખુશી ની મિશ્રિત લાગણી થઇ ,, એક સાથી નું મૃતુયું થયું પણ આપડી કારકિર્દી તો આગળ વધશે ,,, બધા એ જાણવા આતુર હતા કે એ કયો સાથી મૃત્યુ પામ્યો છે
એક એક માણસ આગળ આવ્યો અને કોફીન ઉચું કરી જોવા લાગ્યો અને હતપ્રભ થઇ ગયો …coffin

કારણ કે કોફીન માં કોઈ જ નો હતું ફક્ત એક અરીસો મુક્યો હતો જેમાં એ વ્યક્તિ ને પોતાનું જ પ્રતિબિંબ બતાતું હતું

વાત આટલી જ છે મિત્રો,, ભાગી છૂટનારા બધા અલગ અલગ માણસો ને દોષ આપ્યા કરે પણ હકીકતે તો આપડી નિષ્ફળતા માટે આપડા ઓછા પ્રયત્નો જ જવાબદાર હોઈ છે,,