ગરીબી ની પરિભાષા

એક દી એક ધનિષ્ઠ બાપ પોતાના ચૌદ વર્ષના દીકરાને ગરીબી કોને કહેવાય અને ગરીબ માણસ કેવીરીતે જીવેછે તે બતાવવા એક ગામ માં ગરીબને ઘેર લઇ ગયો ને એક આખો દિવસ ત્યાં ગુજાર્યો, બીજે દિવસે બાપે એના છોકરાને ઘેર લઇ જતી વખતે કહ્યું કે તે જોયું કે ગરીબ માણસ પોતાની જીંદગી કેવી રીતે વિતાવે છે? અને એ જોઈ તું શું શિખ્યો?village

એટલે છોકરાએ જવાબ આપ્યો કે

આપણી પાસે એક કુતરો છે ને જેને આપણે પટ્ટાથી બાંધી રાખીએ છીએ જેથી એ બીજા ને કરડી ના લે, એમની પાસે ચાર કુતરા ને બે નાના બચ્ચા છે ને તે પણ છુટા, અને એમના એકઅવાજમાં તે શાંત બેસી જાય છે અને એ સિવાય એક ગાય, એક વાછડી, એક બકરી, બે બિલાડી, ચાર કબુતર અને ત્રણ ખિસકોલી છે.

આપણી પાસે ન્હાવા માટે બાથરૂમ માં ટબ અને આંગણામાં સ્વીમીંગપુલ છે, જેમાં મહીને એક વાર પાણી બદલવું પડે છે, એમની પાસે કુદરતી નદી છે ને જેનું પાણી રોજ બદલાતું રહે છે.

અપણા આંગણામાં બે ઝાડ ને બે ફૂલ છોડ છે, એમના આંગણામાં પાંચ ઝાડ છે તેમાં બે કેરીના, એક બદામનું, એક જાંબુનું ને એક લીમડાનું છે અને અગિયાર ફૂલછોડ છે જેમાં બે જાસવંતિના, એક ગુલાબનું, બે રાતરાણી ને છ ઝંડુ ના, એમ છતાં તેઓ તુલસીની પૂજા કરતા હતા જે નાતો ફળ આપતુતું નાતો ફૂલ.

આપણા ઘરમાં રમવા માટે એક નાનું ટેરસ છે એમના ઘરનું આંગણું ખુબજ મોટું છે.

આપણા ઘરમાં રાત્રે સુતી વખતે એક નાનો લેમ્પ ચાલુ હોય છે ને ઉપર પંખો દેખાય છે, એમના ઘરમાં રાત્રે ચાંદની પ્રસરે છે ને તારાઓ ટમટમે છે.

આપણી રક્ષા માટે ચાર દીવાલો છે, એમની રક્ષા માટે એમના મિત્રો ને પડોસીઓ છે.

આપણી પાસે એન્સાઇક્લોપીડીયા છે, એમની પાસે શ્રીમદ ભાગવત ગીતા છે.

 

આપણે આપણો ખોરાક ખરીદી કરીને લાવીએ છીએ, તેઓ પોતાનો ખોરાક જાતે ઉગાવે છે.

આપણા મોટા ઘર માં આપણે ફક્ત ત્રણ જણા છી. મમ્મી, તમે ને હું. એમના નાના ઘરમાં એમના બા-બાપુજી, મમ્મી-પપ્પા, કાકા કાકી, ફઈ ને ભાઈ-બહેન બધા જ છે.

“હું ખરેખર તમરો આભારી છું કે તમે મને બત્વ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.”