કુતરો અને બીલાડી ~ Dog and Cat

એકવખત એક કુતરો અને બીલાડી બંને ભેગા થયા. સામાન્ય રીતે એકબીજાથી દુર રહેનારા આ બંને પ્રાણીઓ વચ્ચે સારી મૈત્રી હતી. એટલે ઘણી વખત બંને ભેગા થઇને પોતાના સુખ-દુ:ખની વાતો કરતા.dog and cat

કુતરાએ કહ્યુ , ” યાર તને શું વાત , હું અત્યારે જે ઘરમાં રહુ છુ એ ઘર તો સ્વર્ગ જેવુ છે મારા માટે. મારા માલીક મને બહુ જ સાચવે છે અને બહુ જ પ્રેમ કરે છે. સાંજે વોકીંગમાં જાય તો પણ મને સાથે લઇ જાય છે. નાના બાળકો તો મારા વગર રહી જ નથી શકતા. રાત્રે સુતી વખતે પણ મને તેની સાથે સુવડાવે છે. ઘરના નોકર પણ કેટલુ ધ્યાન રાખે છે મારુ , મને સમયસર જમવા આપે, મને બહુ સારી રીતે નવડાવે …….સાચુ કહું મને તો એમ લાગે છે કે એ બધા ભગવાન છે. “

બિલાડીએ આ બધી વાતો શાંતિથી સાંભળી પછી કુતરાને પોતાની વાત કરતા કહ્યુ , ” અરે, દોસ્ત મારુ પણ આવુ જ છે. મારા માલિક તો મારુ એટલુ બધુ ધ્યાન રાખે છે કે એને શબ્દોથી તને સમજાવી શકુ તેમ નથી. મારા માટે પિવાનું દુધ મારા માલિક પોતે તૈયાર કરે બોલ.
એટલુ જ નહી એના દિકરા-દિકરીઓ કરતા પણ મને વધુ વહાલ કરે છે. અને બાળકોનું પણ આવુ જ મને ક્યાંય એકલી મુકે જ નહી બધે જ પોતાની સાથે લઇ જાય. અરે તને જાણીને આનંદ થશે કે મારા માટે જ એક ખાસ નોકર રાખ્યો છે જે માત્ર અને માત્ર મારુ જ કામ કરે છે……….સાચુ કહુ મને તો એમ લાગે છે કે હું ભગવાન છું
“મિત્રો , જીવનમાં કોઇનો સાથ-સંગાથ મળે, કોઇ ખુબ પ્રેમ આપે, કોઇ ખુબ સારસંભાળ રાખે ત્યારે મારા જીવનમાં ખુશીઓના રંગ પુરનારા આ બધા ભગવાન જેવા લાગવા જોઇએ પણ આપણો અહંકાર આપણને એમ કરવા દેતો નથી અને પેલી બિલાડીની જેમ આ તો બધુ મને મારા બળથી અને લાયકાતથી જ પ્રાપ્ત થયુ છે એમ માનવા લાગીએ છીએ.જરા વિચારજો