બાજ કે મરઘી ?

એક માણસને બાજ પક્ષીનું ઈંડું મળે છે.એને એ મરઘીના માળામાં મૂકી આવે છે. મરઘી બાજના ઈંડાને સેવે છે. એક દિવસ બાજનું બચ્ચું ઈંડામાંથી બહાર આવે છે. એનો ઉછેર પણ મરઘીના બીજા બચ્ચાની જેમ થવા લાગે છે.

જે રીતે મરઘીઓ પોતાનું જીવન ગુજરાતી હોય છે એ રીતે આ બાજ પણ પોતાનું જીવન ગુજારવા લાગ્યું.

એને તો બસ એમજ હતું કે, એ પણ એક મરઘી જ છે. જમીનને ખોતરીને એમાં રહેલા કીડા અને જીવાતોનો એ ખોરાક લે છે. એ પોતાની પાંખો તો વીંઝે છે, પરંતુ એનું ઉડ્યન માંડ થોડા ફૂટ ઊંચું હોય છે.

વર્ષો વિતતા જાય છે. બાજ હવે મોટું થઇ ગયું હોય છે. એક દિવસ એ પોતાનીથી દુરસુદુર આકાશમાં પોતાની મજબુત પાંખોના એક જરા અમસ્તા ફફડાટ થી સુસવતા મારતા પવનને કાપતા એક પક્ષીને ભવ્ય રીતે ઉડ્યન કરતુ નિહાળે છે, પેલું જમીન પર રહેલું બાજ આ નિહાળીને અવાક થઈ જાય છે.

એક મરઘી કહે છે : ” એતો પક્ષીરાજ ગરુડ છે. એ આકાશનું એ આકાશનું છે, એ ગગનગામી છે. આપણે મરઘીઓ જમીનવાસી છીએ. બીજું કે આપણે મરઘીઓ જેવા છીએ એવા પ્રકૃતિદત છીએ. બાજ એ બાજ છે અને આપણે મરઘીઓ રહેવા સર્જાયા છીએ. “એ પોતાની સાથી મરઘીને પૂછે છે : ” એ કોણ છે ? “

આત્મસંશોધન એ એવી પ્રક્રિયા છે જેમાં સામેલ થયા વિના આપણામાં કેટલી ક્ષમતાઓ પડેલી છે એનો નામ માત્રનો અહેસાસ પણ થતો નથી. આ પ્રક્રિયામાં આવતી સૌથી મોટી રુકાવટ છે પોતાના વિશે ઘર કરી ગયેલી ખોટી માન્યતા. અરીસામાં પોતાની જાત ને નિહાળવાની અત્મશોધન યાત્રા દરમ્યાન પોતાના અદકેરા મુલ્યોની પ્રતીતિ થાય એ સાથેજ વિકાસનો પ્રારંભ થાય છે
.