માનો હાથ-Mother’s Hand

એક બાળકની માતા મૃત્યુ પામી. જે સમયે બાળકને પોતાની માતાના સ્નેહની સૌથી વધુ જરુર હતી ત્યારે જ માતાએ આ જગતમાંથી વિદાય લીધી.

બાળકની ઉંમર ઘણી નાની હતી આથી બાળકનું ધ્યાન રહે તે માટે પરિવારના આગ્રહથી બાળકના પિતાએ બીજા લગ્ન કર્યા. ઘરમાં નવી મા આવી. શરુઆતમાં તો નવી મા બાળકનું ધ્યાન રાખતી પણ થોડા જ સમયમાં એણે બાળકને ત્રાસ આપવાનો શરુ કર્યો. ક્યારેય ક્યારેક બાળકને મારે પણ ખરી. એને એમ હતુ એ એના આ ત્રાસની બાળક મુરઝાઇ જાશે પણ ઉલટાનો બાળક તો દિવસે અને દિવસે તાજો માજો થતો જતો હતો.mother love

સાવકી મા વિચારમાં પડી. હું આટલો બધો ત્રાસ આપુ છુ. પુરતુ ખાવા પણ નથી દેતી તો પછી આ છોકરો આવો તાજો માજો કેમ રહે છે ?
છોકરાનો બાપ રોજ સવારે કામ પર જતા પહેલા છોકરાને એક રુમમાં લઇ જતો. રૂમ બંધ કરીને 4-5 મીનીટ બાપ-દિકરો એકાંતમાં ગાળતા અને પછી બહાર નીકળતા.

પેલી સ્ત્રીને વિચાર આવ્યો કે હું પરણીને આવ્યા પછી મને આ રૂમમાં ક્યારેય આવવા દીધી નથી. મને લાગે છે કે છોકરાનો બાપ રોજ એને કંઇક સારુ સારુ ખવડાવતો હશે એટલે જ એ આવો તાજોમાજો છે.
બીજા દિવસે જ્યારે બાપ-દિકરો રૂમમાં ગયા એટલે સાવકી મા બારણાની તિરાડમાંથી જોવા લાગી. રૂમમાં જઇને પિતાએ ડીપફ્રીજ ખોલ્યુ.

તેમા રાખેલો એક માણસનો હાથ બહાર કાઢયો. બાળકને એક ખુરશી પર બેસાડીને એના માથા પર પ્રેમથી પેલો હાથ થોડીવાર ફેરવ્યા રાખ્યો.હાથ ફેરવતા ફેરવતા પિતાએ કહ્યુ , ” બેટા, આ
તારી મા નો હાથ છે જે એના મૃત્યુ પછી એના શરીરથી જુદો કરીને સાચવીને રાખ્યો છે જેથી રોજ તારી મા નો હેતાળ હાથ તારા પર ફરતો રહે. “

મિત્રો , મરેલી માનો નિર્જીવ હાથ પણ દિકરાને તમામ વિપરિત પરિસ્થિતીઓની  સામે તાજોમાજો રાખી શક્તુ હોય તો જીવતી માનો હાથ માથા પર ફરે એનું શું પરિણામ આવે ? તરોતાજા રહેવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે અજમાવી જુઓ !