વારાણસી નગરીમાં ગંગા મહાનદી. તેના ઈશાનખૂણામાં એક રમણીય તળાવ હતું. તેમાં સૈંકડો જળચર પ્રાણીઓ રહે. તળાવની નજીકમાં જ ગીચ જંગલ હતું. તેમાં અનેક જંગલી પશુઓ રહે.

એકવાર સંધ્યા સમયે તળાવમાથી બે કાચબા બહાર આવ્યા. જંગલમાં ફરતા માંસના લોલુપી બે શિયાળ ત્યાં આવી પહોચ્યા. ખૂંખાર શિયાળો ને જોઈ કાચબા ભઇભીત બની તરત પોતાની સુરક્ષા માટે પોતાના અંગોને ઢાલમાં છુપાવી લીધા. બન્ને શિયાળે ઘણા પ્રયત્નો કર્યા પણ કાચબાને ઈજા પહોચાડી શક્યા નહીં. તેથી ચાલાક શિયાળે યોજના બનાવી અને શાંતિથી સંતાઈને ઊભા રહ્યા.two tortoise and jackal spiritual story

 

બન્નેમાથી એક કાચબો ચંચળ હતો. તેણે થોડી વાર પછી એક પગ બહાર કાઢ્યો અને તરતજ શિયાળોની ચાલમાં ફસાઈ ગયો. શિયાળ તેનો પગ ખાઈ ગયા. ફરી પાછી કાચબાએ એજ ભૂલ કરી અને ધીરે ધીરે બધા અંગો શિયાળ ખાઈ ગયા. અંતે કાચબાએ પોતાનો જીવ ગુમાવ્યો. પણ બીજો કાચબો જેણે ધીરજપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો, બચી ગયો. શિયાળે તેને ખૂબ ઊંધો – ચત્તો કર્યો પણ કેમેય તેનો શિકાર ન કરી શક્યા. મજબૂત ઢાલ અને ધીરજથી તે બચી ગયો, શિયાળ થાકી- હારીને ચાલ્યા ગયા. ઘણા સમય બાદ કાચબાએ કાળજીપૂર્વક માથું બહાર કાઢી નિરીક્ષણ કર્યું. ભયમુક્ત વાતારણ જાની જલ્દી તળાવમાં પહોચી ગયો.

કોઈ પણ વિપરીત પરિસ્થિતીનો ધીરજ અને સમજદારીપૂર્વક નીડરતાથી સામનો કરવાથી અંતે સફળતા મળેજ છે.

Source: જૈન ધર્મના ગ્રંથોમાંનો એક “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર”